અહી, આ જૂથમાં તમને જોડાવાનો એક માત્ર આશય - "આપ સૌ પ્રાથમિક શાળા, સી.આર.સી.માં કરી શકાય તેવા પ્રયોગો, ઉપયોગી સાહિત્ય, વેબ , વિગેરે તરફ અંગૂલીનિર્દેશ કરો તે છે." તમે તમારા મિત્રવર્તુળમાં આ વિષયે અમને મદદરૂપ થાય તેવા મિત્રોને પણ આ ગ્રુપમાં જોડી શકો. અમને જરૂર છે - આપ અહી ચર્ચો - શિક્ષણનો અધિકાર, એન.સી.એફ.-2005, શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન, પ્રજ્ઞા અભિગમ, ધોરણ-6 થી 8 ના નવા અભ્યાસક્રમ, મોડયુલ, નવીન પ્રયોગ-માહિતી અને તેની અસરો , ભારતમાં શિક્ષણક્ષેત્રે આવેલ અને આવી રહેલ બદલાવો... આપ અહી તમે જે ક્ષેત્રમાં છો તે વ્યવસાયને અનુરૂપ અત્યારે પ્રાથમિક શાળા, સી.આર.સી.માં શું કરી શકાય તે પણ અહી મૂકી શકો છો.